Sun. Dec 22nd, 2024

સુરેન્દ્રનગર: ચિત્રોડી ગામે ભારે વરસાદને પગલે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ

સુરેન્દ્રનગર : ચિત્રોડી ગામે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે ભારે વરસાદ તુટી પડતા પળવારમાં ગામમાં પાણીની સ્થિતિ સર્જાઇ હતી. એક તરફ ફલકું નદી અને બીજી બાજુ બ્રહ્માણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાઇ જતા સાંજે પરત ફરી રહેલા બે પશુપાલકોનાં ઘેટાં અને બકરા પણ તણાઇ ગયા હતા. જો કે સરકારી તંત્ર હજી આ અંગે અજાણ છે.

હળવદ તાલુકા મથકથી 18 કિલોમીટર દૂર બ્રાહ્મણી નદી અને ફલકુ નદીના કાંઠે વસેલા ચિત્રોડી ગામમાં મોડી સાંજથી ભારે વરસાદ પડી રહ્યો હતો. એક તબક્કે, વરસાદ પડ્યો હોય તેમ જાણે આભ ફાટ્યું હોય તેમ વરસવા લાગ્યો હતો. જેના કારણે બંને નદીઓ બે કાંઠે વહેવા માંડી હતી. એક ભરવાડના 25 થી 30 ઘેટાં પાણીમાં તણાયા હતા. જો કે માનવ સાંકળ રચીને ઘેટા બચાવી લેવામાં આવ્યા હતા.

જોકે આશ્ચર્યજનક વાત એ છે કે, હળવદ મામલતદારનો ચાર્જ માળિયા મામલતદાર પાસે હોવાથી આ ઘટનાક્રમથી તેઓ અજાણ હોવાનું અને સરપંચ દ્વારા કોઇ માહિતી આપવામાં આવી નથી. તાલુકા વિકાસ અધિકારી પણ રજા પર હતા પરંતુ તંત્ર ઉંઘતુ ઝડપાયું હતું.

Related Post

Verified by MonsterInsights