Fri. Dec 27th, 2024

ચોમાસુ લાવ્યું હાલાકી પ્રથમ જ વરસાદ બાદ ભુવાનું સામ્રાજ્ય, મનપાની ઢીલી કામગીરી

અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ નાગરિકોની હાલાકી વધી છે. અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. પરંતુ નાગરિકોને જરૂરી સુવિધા મળી રહી નથી. ખોખરા વોર્ડના સ્થાનિકોએ મનપાની કામગીરીને લઇને ત્રહિમામ પોકારી ચુક્યા છે.

ખોખરા પોલીસ સ્ટેશન પાસે ભુવો પડ્યો છે. જેને લઇ વાહનચાલકોને હાલાકી થઈ રહી છે.

દર વર્ષે ચોમાસા દરમિયાન, ખોખરા વિસ્તારમાં ભુવાઓનું ભુત ધુણે છે.

વરસાદ પછી અહીં 3 ભુવા પડયા છે. જે મનપા દ્વારા ગોકળગતિએ સમારકામ કરવામાં આવી રહ્યું છે. લક્ષ્મી નારાયણ સોસાયટી નજીકના વિસ્તારના રહીશો છેલ્લા એક મહિનાથી ગંદા પાણી પીવા મજબૂર બન્યા છે.

 

Related Post

Verified by MonsterInsights