નર્મદા : કોરોનાના બીજી લહેર બાદ પ્રવાસન વિભાગ ખુલ્લા રાખવામાં આવ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધીરે ધીરે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે પ્રવાસન ખુલતા જ ટિકિટના કાળાબજાર કરતા એજન્ટો ફરી સક્રિય થઇ ગયા હોય તેમ આ ઘટના પરથી લાગી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત માટે સુરતના ટીકીટ એજન્ટે 23 ટીકીટોના વધુ પૈસા લઇ પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.
સુરતના માય વેલ્યુ ટ્રીપ ટ્રાવેલ્સ એજન્ટ દ્વારા 23 પ્રવાસીઓની ઓનલાઇન ટીકીટ બુકીંગ કરવામાં આવી. આ ટીકીટ 1 પ્રવાસીઓ લેખે 380 લેખે 23 પ્રવાસીઓ ના 8740 રૂપિયા થાય જે ટીકીટ માં ગડબડ કરી રૂ.9890 આંકડો દર્શાવી પ્રવાસીઓને છેતરવામાં આવ્યા છે. CISF ના જવાનોએ ટીકીટ ચેક કરી ત્યારે છેતરપિંડીનો સમગ્ર ખેલ પર્દાફાશ થયો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે ત્યારે પ્રવાસીઓ પણ ફરિયાદ કરે એના કરતાં સત્તામંડળ દ્વારા ફરિયાદ કરવામાં આવે એ જરૂરી છે. જો કે, હાલ આ એજન્ટને પોલીસે પકડવાની તજવીજ હાથ ધરી છે.