શિલ્પા શેટ્ટી કુન્દ્રા બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે જેમણે પોતાની ઉંમર બાંધી દીધી છે. 46 વર્ષની ઉંમરે પણ, શિલ્પા શેટ્ટીની ફિટનેસ 26ની હોય તેવી છે. આ અભિનેત્રી હંમેશાં ફિટનેસ માટે યોગ પર ભાર મૂકે છે. પરંતુ શું તમે જાણો છો કે શિલ્પા શેટ્ટીને તેની ફિટનેસને કારણે જાહેરાતની ઓફર મળી હતી. જેના માટે તેને 10 કરોડ રૂપિયા મળવાના હતા. પરંતુ શિલ્પાએ આ ઓફર ફગાવી દીધી હતી. જો તમે તેનું કારણ જાણશો તો શિલ્પા શેટ્ટીનાં વખાણ કરતા રોકાશો નહીં.
વર્ષ 2019 માં, ખાસ બ્રાન્ડ દ્વારા શિલ્પાને સ્લિમિંગ પિલ્સની જાહેરાત માટે ઓફર કરવામાં આવી. આ જાહેરાત માટે તેમને કુલ 10 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ શિલ્પાએ આ ઓફર ફગાવી દીધી હતી. શિલ્પાએ આ ઓફર ફગાવી દીધા પછી આ ઇન્ટરનેટ પર આગની જેમ આ ખબર ફેલાઇ હતી. શિલ્પાએ આ ઓફર નામંજૂર કરી કારણ કે તેને આ પ્રકારની પિલ્સથી ફિટનેસ મેળવવી જરાં પણ યોગ્ય લાગ્યું ન હતું. આવી જૂઠાણા રીતની વસ્તુઓનો પ્રચાર કરવાં તે નહોતી ઇચ્છતી.
જ્યારે આ ખબર અચાનક વાયરલ થઇ તો શિલ્પાએ એક નિવેદન જાહેર કર્યું હતું કે, આખરે તેને આ ઓફર કેમ રિજેક્ટ કરી.શિલ્પાએ એક નિવેદનમાં કહ્યું, ‘સ્લિમિંગ પિલ્સ ઇન્સ્ટંટ રિઝલ્ટની વાત કરે છે. અને આ પ્રકારની વસ્તુઓ રોજિંદા જીવનમાં ફિટનેસ અને તંદુરસ્તીના મહત્વને ઓછુ કેર છે.