Fri. Dec 27th, 2024

મહેસાણા / નીતિન પટેલે કોરોના અને ચીન વિશે એવું કંઈક કહ્યું કે લોકો ખડખડાટ હસી પડ્યા

મહેસાણા : શનિવારે વિસનગરમાં બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શનિવારે બંને નેતાઓ વિસનગરમાં બે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન, નીતિન પટેલે લોકોને કોરોના વિશે સુચન આપ્યા હતા. અને કોરોનાના નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું.

વિસનગરમાં પિંડારિયા તળાવનું ઉદઘાટન કરાયું હતું. સરકારી હોસ્પિટલમાં એક નવીન ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરાયું હતું. દરમિયાન નીતિન પટેલે એક નિવેદનમાં કહ્યું હતું કે “કોરોના ચીન જેવો છે, અને ચીનાઓ કોરોના જેવા છે. ગમે ત્યારે ગમે તે કરે, તેમનો વિશ્વાસ ના કરાય.’ તેમણે લોકોને અપીલ કરી કે માસ્ક પહેરજો, સામાજિક અંતર જાળવજો અને વેક્સિન લેજો.

Related Post

Verified by MonsterInsights