ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક થઈ રહેલ મેઘમહેર વચ્ચે ગુજરાતમાં પણ વરસાદ મનમૂકીને વરસ્યા છે. પરંતુ મહેસાણા જિલ્લાના બહુચરાજી ડેડાણા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે રોડ પણ પાણી ભરાયા છે. તેમજ પાણી ભરાતા અવર જવર માટે રસ્તો બંધ થયો છે. જેના લીધે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
જ્યારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે બિલ્ડરોએ ગરનાળુ પુરી દેતા સમસ્યા સર્જાઇ છે. તેમજ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યાં છે અને બહુચરાજી ડેડાણા વચ્ચેનો વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો છે.