Fri. Dec 27th, 2024

મિત્ર સાથે ચેટિંગ કરતા મામીએ પકડી લીધી અને કહ્યું, ‘પપ્પાને કહી દઇશ’, કિશોરીએ કર્યો આપઘાત

સુરત : આજકાલ કિશોરોમાં આત્મહત્યાની સંખ્યામાં વધારો થતાં અનેક બનાવો સામે આવી રહ્યા છે. સાયણમાં પણ આવો જ હૃદય દ્રાવક કેસ સામે આવ્યો છે. મૂળ ઓરિસ્સાની 15 વર્ષની યુવતી સોનાલી પ્રધાન સાયણમાં તેના મામાના ઘરે આવી હતી. મામીને ત્યારે ખબર પડી કે તે એક મિત્ર સાથે ફોન પર ચેટ કરી રહી હતી. તો મામીએ તેને ધમકી આપી અને કહ્યું, “પિતાને કહી દઇશ” ગભરાયેલી કિશોરીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ 10 માં ભણતી 15 વર્ષની સોનાલી કવિરાજ પ્રધાન સામૂહિક માસ પ્રમોશન બાદ સાયણમાં રહેતા તેના મામાને ત્યાં આવી હતી. સોનાલીના પિતા સુરતમાં એક લૂમ્સ ફેક્ટરીમાં નોકરી કરે છે, જ્યાં તેના મામાને સાઇના વ્હાઇટમૂન રેસીડેન્સીમાં રોકાયા છે.

સોનાલી તેની માતા અને ભાઈ સાથે તેના વતન ઓરિસ્સામાં રહે છે. માસ પ્રમોશન બાદ તેઓ સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં સોનાલી મામીના ફોન પરથી એક મિત્ર સાથે ચેટ કરી રહી હતી.

મામીને આ અંગે જાણ થઇ ગઇ હતી. તેથી તેણે આ વાત પિતાને કરીશ એવુ કહ્યું હતું. ડરી ગયેલી સોનાલીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. જો કે, તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. થોડા સમય પહેલા સુરતમાં એક વિદ્યાર્થીની આત્મહત્યા કર્યા બાદ માતા-પિતા પણ ચોંકી ઉઠ્યા હતા જ્યારે તેઓને જાણ થઈ હતી કે પીએમમાં તરૂણ યુવતી ગર્ભવતી છે અને પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો જોવા મળ્યાં હતાં. તેથી નમૂના લેવામાં આવ્યા  છે અને લેબમાં મોકલવામાં આવે છે. પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરે કહ્યું કે પોસ્ટમોર્ટમાં કિશોરીના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા છે. કિશોરનું ગર્ભ પરીક્ષણ કરતા યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાબતે પરિવારને જાણ કરતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી

 

Related Post

Verified by MonsterInsights