Fri. Dec 27th, 2024

રાજકોટ / GPCBએ જેતપુરની ભાદર નદીમાં કલર કેમિકલનો કચરો ઠાલવતી કંપનીને ફટકારી ક્લોઝર નોટિસ

રાજકોટ જિલ્લાના જેતપુરની ભાદર નદીમાં કલર કેમિકલનો કચરો ઠાલવી નદી પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. ઈકો બાયો ફુય્અલ નામની ફેકટરી પર GPCB એ 25 લાખનો દંડ ફટકાર્યો છે. 17 જુલાઈના રોજ પાંચપીપળા અને લુણાગરા ગામના લોકોએ જનતા રેડ કરી રંગીન કેમિકલ ઠાલવતા ફેકટરીના ટેન્કરને રંગે હાથ ઝડપી પાડ્યું હતું.


આ ઉપરાંત કેમિકલ કચરાના નિકાલ માટે GPCB એ ફેકટરીમાંથી નદીમાં ઠાલવવા માટેની પાઇપો પણ રંગે હાથ પકડી પાડી હતી. જેને કારણે ઈકો બાયો ફુય્અલ નામની ફેકટરીને ક્લોઝર સાથે GPCB એ 25 લાખનો દંડ ફટકાર્યો છે.

Related Post

Verified by MonsterInsights