વડોદરા : કેટલીક ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી વધુ ફી માગી રહી છે, અને વાલીઓ પાસેથી વધુ ફી વસૂલી રહી છે. વડોદરામાં કંઈક આવી જ ઘટના સામે આવી, જ્યાં વારસિયા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાએ સરકારના 25 ટકા ફી માફીના આદેશનો છેદ ઉડાડ્યો હતો અને વાલીઓને સંપૂર્ણ ફી ભરવાનો આદેશ કર્યો છે.
જોકે, શાળાની દાદાગીરી સામે વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીઓની માંગ છે કે તેમને 25 ટકા ફી માફીનો લાભ મળવો જોઈએ અને શાળાઓએ સરકારના આદેશનું પાલન કરવું જોઈએ.