વલસાડ : વલસાડના નારોલી ગામની એક ઘટના સામે આવી છે. જેમાં એક આખા પરિવારે ધર્મ પરીવર્તન કર્યું છે, આ ઘટનાથી હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે.
વલસાડના ઉમરગામના નારોલી દાંડી ગામમાં એક હિન્દુ પરિવારે પોતાનો મૂળ ધર્મ પરિવર્તિત કરીને ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરિત થયા છે. આખા પરિવારે સાથે મળીને હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ માં પરિવર્તન કર્યું છે. વલસાડ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના મિશનરી લોકો મોટા પ્રમાણમાં ધર્મપરીવર્તન કરી રહ્યા છે. હિન્દુ સંગઠનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે.