Sun. Sep 8th, 2024

સુરતના સોશિયલ મીડિયા માં એક વિડીયો વાયરલ થયો, મહિલા હોમગાર્ડને વર્દીમાં વિડીયો બનાવવો ભારે પડ્યો

સુરત : સુરતના સોશિયલ મીડિયા માં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં હોમગાર્ડ મહિલા જવાને બોલીવુડના એક ડાયલોગ પર વર્દીમાં એક શોર્ટ વિડીયો બનાવી સોશિયલ મીડિયા માં પોસ્ટ કર્યો હતો.

સોશિયલ મીડિયા માં છવાઈ જવા અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં યુવાનો પોતાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. આ ઉપરાંત શોર્ટ વિડીયો બનાવવા માટે લોકો નિયમની પણ ધજીયા ઉડાવી રહ્યા છે. ત્યારે સુરતમાં હવે ખાખી વર્દીને પણ આ પ્રકારનું ઘેલું લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં એક હોમગાર્ડ મહિલ નો વિડીયો વાયરલ થયો છે. અને આ વિડીયો વાયરલ થતા તેઓને નોટીસ આપવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના સોશિયલ મીડિયા માં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં હોમગાર્ડ મહિલા જવાને બોલીવુડના એક ડાયલોગ પર વર્દીમાં એક શોર્ટ વિડીયો બનાવી સોશિયલ મીડિયા માં પોસ્ટ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. એટલું નહિ પણ હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે તાત્કાલિક પગલાં ભરવા માગ કરાઈ રહી છે.

અગાઉ આવા કેસોમાં બે જવાન સામે શિક્ષાત્મક પગલાં ભરાયા હોય તો મહિલા હોમગાર્ડ સામે કેમ નહિ એવા પ્રશ્નો ઉભા થયા હતાં.

તપાસ સોપવામાં આવી

હોમગાર્ડ ઓફિસર એસ. કે. પટેલએ જણાવ્યું હતું કે, વાયરલ થયેલો વિડીયો મારા ધ્યાને આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. વીડિયો યા સ્થળ પર બનાવવામાં આવ્યો છે એ હજી ખબર નથી પણ વર્દીનું અપમાન ચલાવી નહિ લેવાય. સી ઝોનના કમાન્ડિંગ ઓફિસર કિરીટ પટેલને તપાસ સોંપવામાં આવી છે. વીડિયો બનાવનાર બહેનને નોટિસ આપવાના આદેશ કર્યા છે.

Related Post

Verified by MonsterInsights