ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2019માં લેવાયેલી જી.પી.એસ.સી.(GPSC)પરીક્ષાના વિવાદમાં અનામત કેટેગરીમાં આવતી મહિલાને તેના પાસિંગ માર્ક્સ મુજબ પોસ્ટ મળે એવો આદેશ કર્યો છે.
ગુજરાત હાઇકોર્ટે કહ્યું છે કે, અનામત કક્ષામાં આવતા મેરીટ વાળા ઉમેદવારને માત્ર અનામત કેટેગરીમાં હોવાના કારણોસર બાકાત કરી શકાય નહીં.
હાઇકોર્ટે GPSCને હુકમ કર્યો છે કે એસ.સી. 2 અઠવડિયામાં કેટેગરીમાં આવતી મહિલા માટે DYSPની પોસ્ટ માટે ભલામણ કરો.
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે, મહિલાને 90 દિવસમાં DYSPની એપોઇન્ટમેન્ટ આપો. તેમજ જે તારીખથી પ્રતિસ્પર્ધી જનરલ કેટેગરીની મહિલાને DYSPની પોસ્ટ આપી છે એ બેનિફિટ પણ આપવામાં આવે.