Mon. Dec 23rd, 2024

અભિનેત્રી કેટરિના કૈફ જલદી જ જાહેર કરશે, વિકી કૌશલ સાથેના સંબંધો

કેટરિના કૈફ અને વિકી કૌશલ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોવાની ચર્ચા છે. જોકે બન્નેએ હજી સુધી તેમના સંબંધોને જાહેર કર્યા નથી. પરંતુ તેમની પ્રેમકહાની ખાનગી નથી. ૨૦૨૧ની પ્રથમ સવારને પણ તેઓએ સાથે મનાવી હતી.વિકી કૌશલે એક ચેટ શો દરમિયાન કબૂલ્યું હતું કે, કેટરિનાને જોતાં જ તેના દિલની ધડકન વધી જતી હોય છે. કેટરિના પહેલા વિકી સાથેના સંબંધને કારણે મૂંઝવણમાં હતી. પરંતુ હવે તે વિકી સાથેના સંબંધ પ્રત્યે ગંભીર થઇ ગઇ છે. તે જલદી જ હવે તેની સાથેના પ્રેમને જાહેર કરવા માંગે છે.

જોકે વિકીના પિતાને આ સંબંધ માન્ય નથી. તે નથી ઇચ્છતા કે તેમનો પુત્ર કેટરિના સાથે લગ્ન કરે. એટલું જ નહીં વિકીના પિતાએ તો તેને કેટરિનાથી દૂર રહેવાની પણ સલાહ આપી છે. સૂત્રોના અનુસાર કેટરિના કૈફે હવે વિકીની પ્રોફેશનલ લાઇફને પણ પોતાના તાબામાં કરી લીધી છે. તે પોતાના બોયફ્રેન્ડને લઇને પઝેસિવ છે. તે નથી ઇચ્છતી કે વિક્કી આવનારી ફિલ્મોમાં કોઇ પણ અભિનેત્રી સાથે ઇન્ટિમેન્ટ દ્રશ્યો ભજવે.

સૂત્રે એમ પણ વધુમાં કહ્યું હતું કે, વિકી આગામી ફિલ્મ ધ ઇમ્મોર્ટલ અશ્વત્થામામાં સારા અલી ખાન સાથે જોવા મળવાનો છે. ફિલ્મમાં બન્ને વચ્ચે ઇન્ટિમેટ દ્રશ્યો છે. જેને જોઇને કેટરિનાએ વિકીને સારા સાથે ફિલ્મમાં વધુ પડતા ઇન્ટિમેટ  ન થવાની કડક સૂચના આપી દીધી છે.કેટરિના અને વિકી એક એક કોમન ફ્રેન્ડની દિવાળી પાર્ટીમાં સાથે ગયા ત્યારથી તેમના સંબંધો વિશે ચર્ચા થાય છે.

Related Post

Verified by MonsterInsights