અમદાવાદ : કોઈપણ કામ માટે લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. ઘણા સરકારી બાબુઓ એસીબીની ઝપેટે ચડી ચુક્યા છે. વિરમગામ નગરપાલિકાના ભાજપના સભ્યો લાંચ લેતા ઝડપાયા છે. માત્ર ભાજપના સભ્યો લાંચ લેતા પકડાયા છે અને રાજકારણમાં ભૂકંપ મચી જવા પામ્યો છે.
વિરમગામ નગરપાલિકા ભાજપના સભ્યો એસીબી હાથે રૂ .20,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. વોર્ડ -1 ના ભોજવા ગામમાંથી ભાજપના બે સભ્યો અને મહિલા સભ્યના પતિ સહિત ચાર લોકો ઝડપાયા છે.
સુજલામ સુફલામ યોજના હેઠળ, માટી ઉપાડવાનું કામ કરતા કોન્ટ્રાક્ટર પાસેથી 30,000 ની માંગ કરવામાં આવી હતી.
અગાઉ અનિલ પટેલને એક સભ્યએ 10,000 નો મોબાઇલ આપ્યો હતો. અન્ય લોકો વારંવાર કોન્ટ્રાક્ટર સાથે 20,000 માંગ કરી રહ્યા હતા, જેને એસીબીએ રેકોર્ડિંગના આધારે ઝડપી પાડ્યો છે. એસીબીએ સમગ્ર ટ્રેપ દરમ્યાન ભાજપના સભ્ય અજય રૂપરંગ ઠાકોર અને એક સગીર બાળકની ધરપકડ કરી છે.