ગુજરાતમાં શુક્રવાને 14મી મેથી સળંગ ત્રણ દિવસ 45 વર્ષથી ઉપરના વયજુથના નાગરીકોને વેક્સિન આપવામાં નહિ આવે મ અગ્રસચિવ જયંતિ રવિએ જાહેર કર્યુ છે. જો કે 18 વર્ષથી વધુ વયના લોકો વેક્સિનેશન ચાલુ રહેશે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોવિશિલ્ડ વેક્સિનના બે ઝોડ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો કરતા ગુજરાત સરકારે હાલમાં ચાલી રહેલા વેક્સિનેશન શિડ્યુલને રિ-શિડ્યુલ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી આજથી ગુજરાતમા ત્રણ દિવસ વેક્સીનેશન બંધ રહેશે.