સુરત : કોરોનામાં ઘણા સમયથી લોકો બેરોજગારીનો ભોગ બની રહ્યા છે, બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ચડી રહ્યા છે. સુમુલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂ .2 નો વધારો કર્યો છે, જેનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર જોર વધ્યું છે. આ વધારો સોમવારથી લાગુ થવાની સંભાવના છે.
સુમુલ ડેરી દૂધના ભાવમાં લિટર દીઠ રૂ .2 નો વધારો થયો છે. ગોલ્ડ દૂધનો ભાવ હવે પ્રતિ લિટર 60 રૂપિયા, તાજા દૂધનો ભાવ પ્રતિ લિટર 46 રૂપિયા અને ગાયના દૂધનો ભાવ 48 રૂપિયા પ્રતિલીટર થશે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ પરિવહન ખર્ચમાં વધારો કર્યો છે, જેને પગલે સુમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ .2 નો વધારો કરવામાં આવ્યો છે.
આ અંગે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે સુમુલ ડેરી માટે દૂધના ભાવમાં 20 જૂનથી લિટર દીઠ 2 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. આ વધારો લગભગ 18 મહિના પછી થયો હતો, છેલ્લી વખત દૂધના ભાવમાં 19 ડિસેમ્બરે વધારો કરાયો હતો ડીઝલના ખર્ચમાં વધારો અને પરિવહન ખર્ચમાં વધારો એ ભાવવધારાનું મુખ્ય કારણ છે. ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે, જેના કારણે આ કિંમતોમાં વધારો થયો છે.
નોંધનીય છે કે, સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસની રાહત બાદ 18 જૂને પેટ્રોલની સાથે જ ડીઝલના ભાવમાં વધારો કર્યો દીધો છે. વધી રહેલી કિંમતોના કારણે સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. દેશના ચાર મુખ્ય મહાનગરોમાં શુક્રવારે પેટ્રોલમાં 23થી 27 પૈસા અને ડીઝલમાં 27થી 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા પછી દેશની રાજધાની માં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ.96.93 અને ડીઝલની કિંમત 87.69 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયો છે.