Sun. Sep 8th, 2024

ગાંધીનગર / જાણો આ યોજના વિશે, વતનપ્રેમ યોજનામાં ગુજરાત સરકાર 1 હજાર કરોડ ખર્ચશે

ગાંધીનગર : ગુજરાત સરકાર વતનપ્રેમ યોજના હેઠળ 1 હજાર કરોડ રૂપિયા ખર્ચશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી વતન પ્રેમ યોજનાની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જે અંતર્ગત રાજ્ય સરકાર ડિસેમ્બર 2022 સુધીમાં આ યોજના હેઠળ 1000 કરોડ રૂપિયાના વિવિધ જનહિત સુવિધા અને સુખાકારીના કામો હાથ ધરશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના મુખ્યપ્રધાનપદે પાંચ વર્ષ પૂર્ણ થતા ગત મહીને 1 થી 9 ઓગષ્ટ સુધી જનસુખાકારીના કાર્યકમોના લોકાર્પણ, શુભારંભ અને શિલાન્યાસ કરવામાં આવ્યાં હતા.

આ કાર્યક્રમોમાં 7 ઓગષ્ટે દેશના ગૃહપ્રધાન તેમજ સહકારિતા પ્રધાન અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી રાજ્ય સરકારની આ વતનપ્રેમ યોજનાની શરૂઆત કરાવી હતી.


વતનપ્રેમ યોજના અંતર્ગત રાજ્યમાં દાતાઓની 60 ટકા રકમ અને રાજ્ય સરકારની 40 ટકા રકમથી વિકાસના કામો કરવામાં આવશે. વતન પ્રેમ યોજનામાં જે વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવેલો છે.

તેમાં શાળાના ઓરડા, સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી મઘ્યાહન ભોજનનું રસોડું, સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત ગમત માટે વ્યાયામ કેન્દ્ર, શાળાનું મકાન અને સાધનો, CCTV કેમેરા સર્વેલન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર, એસ.ટી.પી, તળાવ બ્યુટીફિક્શન, એસ.ટી સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઈટ, પાણીના ટ્યુબવેલ અને કૂવાની પાણીની ટાંકીમાં મોટર ચલાવવાના કામો કરવામાં આવશે.

 

Related Post

Verified by MonsterInsights