ગાંધીનગર : રાજ્યના 53 હજારથી વધુ આંગણવાડીઓના 14 લાખથી વધુ બાળકોને ગણવેશ વિતરણનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે. 29/06/2021 ના રોજ સવારે 10.30 કલાકે ગાંધીનગરથી ડિજિટલ માધ્યમથી યોજાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગની યાદી મુજબ સંબંધિત જિલ્લા મથકના અન્ય મહાનુભાવો ભાગ લેશે.
આ યાદીમાં જણાવાયું છે કે, મહિલા અને બાળ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવા અને રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમ યોજાશે.
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને કમિશનર કે.કે. નિરાલા સ્વાગત પ્રવચન કરશે અને આઈસીડીએસના નિયામક ડી.એન. મોદી આભારવિધિ કરશે.
ગાંધીનગર ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમ તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં મંત્રીઓ અને મહાનુભાવોની હાજરીમાં કોવીડ -19 પ્રોટોકોલનું પાલન કરવાની વ્યવસ્થા સાથે કાર્યક્રમ યોજાશે. વેબ લિંક દ્વારા ગાંધી જયંતી 2020 નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વોશિંગ કાર્યક્રમમાં જોડાયેલા પાંચ લાખ લોકોના રેકોર્ડ માટે લંડનના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે