કચ્છ : લોક ગાયિકા ગીતા રબારી કોરોના સમયગાળામાં એક પછી એક વિવાદ ઉભા કરી રહી છે. તાજેતરમાં ઘરે રસીકરણ માટે હેલ્થ વર્કરને બોલાવવાના વિવાદ બાદ ગીતા રબારી ફરી વિવાદમાં આવી છે. કચ્છના રેલડીના ફાર્મ હાઉસમાં 250 થી વધુ લોકો ડાયરામાં જોડાયા હતા. રસીકરણ અંગેનો વિવાદ હજી તાજો છે. ત્યાં ફરી ગીતા રબારીએ વડઝરની જેમ અહીં લોકોના ટોળા એકઠા કરીને રમઝટ બોલાવી હતી.
કચ્છમાં ગીતા રબારીના ડાયરાના પ્રોગ્રામનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કોરોના કાળમાં 250થી વધુ લોકો એકઠા થયા છે. કાર્યક્રમમાં નિલેશ ગઢવી અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારો અને લોકોએ વીડિયો સામે આવ્યો છે. 250 થી વધુ લોકોની હાજરીમાં ગીતા રબારી, નિલેશ ગઢવી અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.
લોકડાઉન દરમિયાન ગીતા રબારીએ કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવાના આવા ત્રણ કેસોની ચર્ચામા આવ્યા છે, તેમણે વિવાદ ઉભો કર્યો છે. તાજેતરમાં જ, ઘરે રસી લેવાનો મુદ્દો પણ સરકાર અને સ્થાનિક તંત્રના ઠપકાનો સામનો પણ કરવો પડ્યો હતો.
ગીતા રબારીએ ઘરે વેક્સિન લીધી હતી
કચ્છના કલાકાર ગીતા રબારીના ઘરે રસી અપાયાના ફોટા સાથેની પોસ્ટથી ભારે વિવાદ સર્જાયો હતો. જો કે, વિવાદના અંતે તંત્રે એક પત્ર લખીને ગીતા રબારીને ઠપકો આપ્યો હતો અને બીજી વાર ધ્યાન આપવાની વિનંતી કરી હતી. તો ગીતા રબારીની આવી કૃત્ય, જે સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી મીઠી ઠપકો હતી, સમાજ અને સિસ્ટમ સામે અનેક સવાલો ઉભા કરી હતી. ગીતા રબારીએ તેના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ રસી વિશેની માહિતી શેર કરી હતી, જે વિવાદ પછી આવી હતી. જેના બાદ વિવાદ થયો હતો. વિવાદ થતા આરોગ્ય કર્મચારીને ડીડીઓની નોટિસ ફટકારાઈ હતી.