ગ્રામ પંચાયત ચૂંટણીને લઇ LRD-PSIની શારીરિક કસોટીના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે બીજી તરફ LRD-PSIની શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીની સીધી અસર ભરતી પરીક્ષા પર જોવા મળી રહી છે. ચૂંટણી બંદોબસ્તમાં રોકાયેલા પોલીસકર્મીઓ માટે LRD-PSIની શારીરિક કસોટીના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણી બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ ખડેપગે હોવાથી ભરતી પરીક્ષાની દોડમાં ભાગ લઈ શકે તેમ નથી તેથી લોક રક્ષક બોર્ડે નિર્ણય કર્યો છે કે 17,18 અને 20 ડિસેમ્બરે યોજાનાર શારીરિક કસોટીમાં જે પણ પોલીસકર્મી ભાગ લઈ રહ્યા છે તે ચૂંટણી વ્યવસ્થામાં હોવાથી 24 ડિસેમ્બરના રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી યોજાશે.
શારીરિક કસોટી માટે દોડ લગાવી રહેલા ઉમેદવારોને પડી રહેલી મુઝવણ માટે હેલ્પલાઇન માટે 3 નંબર જાહેર કરાયા છે. IPS હસમુખ પટેલે ટ્વિટ કરી માહીતી આપી છે કે 7041454218, 9104654216, 8401154217 આ નંબર પર જરૂર હોય ત્યારે હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે.