Tue. Dec 24th, 2024

જામનગર / વિદ્યાર્થીઓની સમસ્યા હળવી કરવા માટે રવિવારે સરકારી કચેરી ખુલ્લી રહી

ગુજરાતમાં સરકારી કચેરીઓ સામાન્ય રીતે રવિવારે બંધ રહે છે. રજાના દિવસે સરકારી કચેરીને લગતા કામ થઈ શકતા નથી. રજાના દિવસે સરકારી કચેરીઓ ધમીધમી દ્રશ્યો જોઇને દરેકને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. પરંતુ જામનગરમાં સરકારી કચેરીઓ રવિવારે પણ ચાલુ રહી હતી. સરકારી કચેરી ચાલુ રાખવાનો હેતુ વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલી ઓછી કરવા માટેનો છે.

જામનગરના  જનસુવિધા કેન્દ્ર ખાતે છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ પ્રમાણપત્રો માટે અરજદારોની લાંબી લાઇનો લાગી છે. આને ધ્યાનમાં રાખીને અધિકારીઓ દ્વારા રવિવારની રજાના દિવસે પણ જનસુવિધા કેન્દ્રોની કચેરીને કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અરજદારોને રજાના દિવસે પણ પ્રમાણપત્ર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

નવા શૈક્ષણિક વર્ષ તેમજ અન્ય ઉદ્દેશ્યો માટે આવકના પુરાવા, નોન કિમીલેયર, જાતિના પુરાવા, ડોમીસાઈલ વગેરે મેળવવા માટે મામલતદાર કચેરીએ જવું પડે છે જેથી રવિવારે કચેરી પણ ખુલ્લી રાખવામાં આવે છે જેથી મોટી સંખ્યામાં લોકો આવા દાખલા સમયસર મળી શકે છે.

છેલ્લા એક અઠવાડિયામાં, દરરોજ 300 થી વધુ પ્રમાણપત્રો કાઢી આપવામાં આવે છે. આ બધુ જામનગર શહેર મામલતદાર કચેરીમાં જન સુવિધા કેન્દ્ર ખાતે તમામ પ્રકારની રજા પર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષમાં આવા પ્રમાણપત્રની જરૂર હોય છે. જે લોકોને ઓછી મુશકેલી ઓછી થાય તે, તેઓ સરકારી કર્મચારીઓ રજાના દિવસે ફરજ બજાવી. સાથે, મામલતદાર દ્રારા અપીલ કરવામાં આવી કે દાખલા કઢાવવા કે ફોર્મ મેળવવા માટે કોઈ બહારની વ્યકિત કે વચેટીયાનો સંપર્કના કરી વધારોનો ચાર્જ ના ચુકવવા જણાવ્યુ.

 

Related Post

Verified by MonsterInsights