હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જેના પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જૂનાગઢમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત પર આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગિરનાર રોપ-વેમાંથી વરસાદ પડતાં ગિરનાર જંગલના અદભુત દ્રશ્યો જોવા મળ્યા છે. રોપ વેમાં સફર કરતા મુલાકાતીએ વિડિયો કેમેરામાં કેદ કર્યો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ આનંદ માણવા માટે ઉમટી પડયા છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. તો અમુક જગ્યાએ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતાં ખેડુતો ખુશ થયા હતા.
જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો. જેને લઈને ખેડૂતોને ખુશીની લાગણી થઈ હતી. ખેડૂતોની વાવણી પર અમી વરસતા આ પંથકના ખેડૂતો ઘણી રાહત થઈ છે.