દાહોદ જીલ્લામાં તમામ તાલુકાનાં તુફાન અને ક્રૂઝર ચાલકો ઓવરલોડ મુસાફરો ભરી મોતને મુખમાં રાખી વાહનો ચલાવતા વિડીયો વાયરલ થતો નજરે પડ્યા હતા.
ટ્રાફિકના નિયમોનો છેદ ઉડાવી તુફાન ગાડીઓ માં 25 થી વધુ મુસાફરોને બેસાડી મોતની સવારી કરાવાઈ રહી છે.
ત્યારે પોલીસ પોતાની કામગીરીમાં જ વ્યસ્ત રહી સબ સલામતના ગાણા ગાઇ રહી છે. બીજી તરફ જોઇએ તો વાહન ચાલકો પાસેથી તંત્ર દ્વારા લેવાતા હપ્તા રાજને લીધે આ બધુ ખુલ્લેઆમ થઇ રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
હાલ તહેવાર રક્ષાબંધનની બહાર ગયેલા મજૂરી અર્થે ગયેલા દાહોદ જિલ્લાના નજરોને વાહન ચાલકો ઘેટા બકરાની જેમ ભરીને ગાડીઓ ચલાવી રહ્યા છે શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ છે કે નહીં? એની હજી સુધી કઈ સમજમાં આવતું નથી.