Mon. Dec 23rd, 2024

ફફડાટ/ કોરોનાનો નવો ડેલ્ટા વેરિએન્ટ દુનિયાભરમાં મચાવશે તબાહી, WHOએ દુનિયાને આપી ચેતવણી : આટલા દેશોમાં ફેલાયો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ફરી એકવાર વિશ્વને કોરોના વિશે ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, યુરોપમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ 10 અઠવાડિયા પછી, યુરોપમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થયો છે.

ન્યૂઝ એજન્સીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ટાંકીને જણાવ્યું છે કે, કોરોનાનો નવો ડેલ્ટા વેરિએન્ટ આવતા મહિનાઓમાં દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ શકે છે. કોરોનાનું આ વેરિઅન્ટ હાલમાં 100 દેશોમાં હાજર છે અને ડેલ્ટા વેરિઅન્ટ, જે આવતા મહિનાઓમાં વધુ સંક્રમણો ફેલાવી શકે છે, તે સંક્રમણ ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવાની સંભાવના છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, 96 દેશોમાં ડેલ્ટા વેરિએન્ટના કેસ નોંધાયા છે. જોકે આ આંકડો ઓછો છે. આ એટલા માટે છે કારણ કે ઘણા દેશોમાં આવા પ્રકારોને ઓળખવા માટે તકનીકી ક્ષમતા અથવા સિમિત ક્ષમતા નથી. જો આવનારા મહિનાઓમાં આ વેરિઅન્ટ કોરોનાના બીજા વેરિએ્ન્ટને સંક્રમણ ફેલાવવામાં પાછળ રાખી દે તો નવાઇ નહીં.

ગયા અઠવાડિયે પણ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મહાર્નિદેશક ટેડ્રોસ ઘેબ્રેયસસે કહ્યું હતું કે ડેલ્ટા વેરિઅન્ટમાં અત્યાર સુધીના કોરોનાના અન્ય કોઈપણ પ્રકાર કરતાં વધુ સંક્રમણો પ્રસારિત કરવાની સંભાવના છે. આ વેરિઅન્ટ ઝડપથી ફેલાય છે, ખાસ કરીને એવા લોકોમાં કે જેને રસી આપવામાં આવી નથી.

Related Post

Verified by MonsterInsights