મહેસાણા : રાજ્યમાં ધોળા દિવસે લૂટ, ફાયરીંગ અને હત્યાની ઘટના બની રહી છે. રાજ્યમાં ગુનાહિત કૃત્યો વધતા કઈ રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. બારડોલીમાં ગઈ કાલે 5 ઓગષ્ટના રોજ ધોળા દિવસે વેપારી પર અસમાજિક તત્વોએ છાતીમાં ગોળી ધરબી દીધી તો આજે મહેસાણામાં દિવસે લૂંટને અંજામ આપવામાં આવ્યો છે.
મહેસાણામાં આંગડીયા કર્મી પાસેથી લાખો રૂપિયાની લૂંટ થઈ છે. ખેરાલુના મહેતાવાડ વિસ્તારમાં વસંત અંબાલાલ આંગડિયા પેઢીના કર્મીને બે બાઈકસવાર લૂંટારૂઓએ બતાવી રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી છે અને ફરાર થયા છે. હાલ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ સહીતની તજવીજ હાથ ધરવામાં આવી છે.