રાજકોટ : ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વે વીરપુર માં જલારામ બાપાના ધામનો મુખ્ય દરવાજો શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યો હતો. જ્યારે સવા વર્ષથી કોરોના કાળમાં વીરપુર ધામના દરવાજા બંધ હતા.
કોરોનાની પહેલી અને બીજી તરંગ દરમિયાન સાઈડના દરવાજેથી ક્યારેક ભક્તોને દર્શન કરવામાં દેવામાં આવતા હતા, મુખ્ય દરવાજો 21 માર્ચ 2020થી સતત બંધ હતો. જ્યારે લાંબા સમય બાદ ગુરૂ પૂર્ણિમા પર્વે ભક્તોએ જલારામ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી