જો તમારા બાળકો મોડી રાત્રે બહાર ફરતા હોય તો ચેતીજજો. માતાપિતા તરીકે, એ જાણવું અગત્યનું છે કે તમારા બાળકોએ કોઈ આડી દિશામાં ચઢી નથી ગયા ને?. કારણ કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લૂંટના એક કેસમાં ચાર સગીર આરોપીઓની લૂંટના કેસમાં ધરપકડ કરી છે. જેમાં તપાસમાં સામે આવ્યું છે, કે આ આરોપીઓએ નશા માટે લૂંટ કરી હતી.
આ ઘટના એવા વાલીઓ માટે લાલબત્તી સમાન છે જેમના બાળકો મોડી રાત સુધી બહાર રહે છે. સમાજમાં વાલીઓને ચેતવણી આપવાની જરૂર છે. કારણ કે રાત્રે ફરતા બાળકો પર ધ્યાન રાખે તો તેમનું ભવિષ્ય અંધકારમય થતા સમય નહીં લાગે.. અને તેની કોઈપણ હરક્તથી સમગ્ર પરિવારે ભોગવવાનો વારો આવી શકે છે…થોડા દિવસ પહેલા શાહીબાગમાં બનેલી લૂંટ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે.
ભાર્ગવનગર નજીક મોડી રાત્રે એક્ટિવા ચાલકને રોકીને તેનો મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ કરી હતી. જાણીને આશ્ચર્ય થાય કે આ આરોપીઓ સગીર વયના છે.
સમગ્ર ઘટનાની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે લૂંટનું આયોજન સગીરે કર્યું હતું. તમામ મિત્રો પહેલા નશો કરવા ભેગા થયા. પરંતુ પૈસાના અભાવે તેઓ સિવિલ હોસ્પિટલમાં ભેગા થયા હતા. જ્યાં કેન્ટીનમાં જમ્યા અને બાદમાં લૂંટની યોજના બનાવી. સગીરે ઘરે જઈને છરો પણ લીધો અને બાદમાં લૂંટને અંજામ આપ્યો. મોડી રાત સુધી રખડવાની અને નશાની ટેવના કારણે, આ સગીરોને બાળ સંરક્ષણ ગૃહમાં જવાનો વારો આવ્યો.