લગ્ન માટે અખાત્રીજ વણજોયું મુહૂર્ત ગણવામાં આવતું હોય છે. દર વર્ષે શહેરમાં અખાત્રીજના દિવસે અંદાજે 1500થી વધુ લગ્ન થતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના સંકટના કારણે સરકાર દ્વારા લદાયેલ નિયંત્રણોને પગલે માંટ 100 થી 200 લગ્ન થશે તેવો અંદાજ છે. સોનાચાંદીના વેપારીઓએ અખાત્રીજ દુકાન તાલુ રાખવા મંજૂરી મળી નથી. મોટાભાગના જ્વેલર્સે ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું છે. પણ દર વર્ષના વેચાણના તે માત્ર 10 ટકા જ હોવાનું વેપારી જણાવી રહ્યા છે.