ગાંધીનગર : ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતી રવિ ને કેન્દ્રમા પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા છે. તેઓને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે.
ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતી રવિ ને કેન્દ્રમા પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા છે. તેઓને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે.
ગુજરાતના આરોગ્ય સચિવને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના 1991ની બેચના આઈએએસ અધિકારી અને ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલી થઈ છે. તેમને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. કોરોનાના કપરા કાળમાં તેઓ સતત સ્થિતિનું મોનિટરીંગ કરી રહ્યા હતા. આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ માટે અરજી કરી હતી જેને કેન્દ્ર દ્વારા 24 મેના રોજ મંજૂર કરવામાં આવી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ 1991ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. આરોગ્ય અગ્ર સચિવ પહેલા તેઓ રાજ્યના હેલ્થ કમિશ્નર તરીકે સેવા આપી ચુક્યા છે. તેમણે સતત બે વર્ષ રાજ્યમાં ગ્રામીણ સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત મિશનનું નેતૃત્વ કર્યું હતુ. તે હાલમાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ પદે જવાબદારી સંભાળી રહ્યા હતા.