ધોરણ 10ની એકમ કસોટીના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે તથા જૂનના બીજા અઠવાડિયામાં માર્કશીટ અને પ્રમાણપત્ર મળશે. ધોરણ 10માં પ્રમોશન આપ્યાના 21મા દિવસે સરકારે નિર્ણય કર્યો છે.
ગુજરાત બોર્ડ ના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનના અંતિમ અઠવાડિયામાં ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 10ની માર્કશીટ કેવી બનશે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ધોરણ 9 સામાયિક કસોટીમાંથી ગુણ અપાશે.
50 ગુણમાંથી મેળવેલા ગુણને 40 ટકામાં રૂપાંતરિત કરવામાં આવશે. પ્રથમ અને દ્વિતિય સામયિક કસોટીના 40 ગુણમાંથી રૂપાંતરિત કરવામાં આવશે. શાળાકીય કસોટીઓ આધારિત મૂલ્યાંકનના 80 અને શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ મળશે.
ધોરણ 10ની એકમ કસોટીના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે તથા જૂનના બીજા અઠવાડિયામાં માર્કશીટ અને પ્રમાણપત્ર મળશે. ધોરણ 10માં પ્રમોશન આપ્યાના 21મા દિવસે સરકારે નિર્ણય કર્યો છે.
કચ્છ ભૂકંપ વખતે માસ પ્રમોશન અપાયું હતું
વર્ષ 2001 માં કચ્છ (Kutch) ભૂકંપ સમયે કચ્છ વિસ્તારના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા. જોકે, એ સમયે પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની 2 માસ પછી પરીક્ષા લેવામાં આવી હતી.