ઝાલોદ તાલુકામાં સરકાર માન્ય વ્યાજબી ભાવની સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા તેઓને પાળવાના થતા અને સરકારશ્રીના નિયમોની ઐસી તૈસી કરી ગરીબ આદિવાસી લોકોની બેફામ અને બેરોકટોક રીતે ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે તેઓ ઓછું અનાજ આપી અને વધારે નાંણા વસુલી લાભાર્થીઓનું શોષણ કરી રહ્યા છે.
ઝાલોદ તાલુકામાં આવેલ લગભગ તમામ સસ્તા અનાજની દુકાનોમાં સંચાલકો અને તેઓના સ્ટાફ દ્વારા એકબીજાના મેળાપીપણામાં લાભાર્થીને કેટલો અનાજનો જથ્થો મળે અને તેના માટે કેટલા રૂપિયા ચૂકવવાના થાય તેની વિગત આપતી એક ચિઠ્ઠી (પ્રિન્ટ) જે કોમ્પ્યુટર માંથી નીકળે છે તેનાથી ગ્રાહકને ખબર પડે કે તેને કયુ અનાજ, કઠોળ, તેલ, મોરસ, દાળ કેટલા પ્રમાણમાં મળશે અને તે માટે કેટલા રૂપિયા ચૂકવવાના થાય તેની કોમ્પ્યુટરાઈઝ પ્રિન્ટ કાઢી આપતા નથી, પરંતુ તેઓ દ્વારા કોરા કાગળની ફાડેલી ચબરખીમાં હાથેથી લખીને ચીઠ્ઠી આપે છે જે શંકાસ્પદ અને અતિગંભીર બાબત છે.