આ અકસ્માત માં મોટરસાઇકલ ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી છુટ્યો હતો.
આણંદ ના બોરસદ તાલુકાના કંકાપુરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં કારચાલકે મોટરસાઇકલ ચાલકને ટક્કર માર્યા હોવાની વિગતો મળી છતી. મહત્વનું છે કે આ અકસ્માત માં મોટરસાઇકલ ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જોકે સમગ્ર ઘટનાને પગલે કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી છુટ્યો હતો. કંકાપુરા પાસે થયેલ અકસ્માતને લઇને લોકટોળા થયા હતા અને પોલીસ પણ પહોચી હતી. ત્યારે ટક્કર મારનાર કારની તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારુ પણ મળી આવ્યો છે.
ત્યારે હવે આ ટક્કર મારનાર કાર ચાલક ને પકડવા અને કારચાલક ક્યાંથી આવતો હતો અને ક્યાં જઇ રહ્યો હતો સાથે વિદેશી દારુ કોના પાસેથી અને કોના માટે લાવ્યો હતો તે દીશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.