આણંદ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામરખા ટોલનાકા પાસે થયેલા અકસ્માતમાં બે ટેમ્પો સામસામે ટકરાયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો અન્ય એક ઘાયલને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે આંણદના સામરખા ટોલનાકા પાસે બે ટેમ્પો વચ્ચે ગમ્ખવાર અકસ્માત થયો હતો. હાઈવે પર ઉભા રહેલા આઇસર ટેમ્પોમાં પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોએ ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં ૧ વ્યક્તિનું મોત થયુ હતુ. આ અકસ્માતમાં પાછળથી પુરપાટ ઝડપે આવતા ટેમ્પોમાં સવાર ર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં ટેમ્પોના ચાલક 45 વર્ષીય યુવરાજ ગોહીલનું મોત નિપજ્યું હતું.
અકસ્માતની ઘટનાને પગલે ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોચી હતી અને ગંભીર રીતે ઘાયલ થયેલ બીજા એક વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવીલ હોસ્પિટલ ખસેડાયો હતો. મહત્વનું છે આ અકસ્માતમાં ટેમ્પોના પણ કચ્ચરધાણ નીકળી ગયો હતો. ત્યારે આ અકસ્માતને લઇને આણંદ પોલીસે ઘટના સ્થળે પંહોચી વધુ તપાસ હાથ ધરી હતી.