Wed. Jan 15th, 2025

ખુશખબરી : અમદાવાદથી રાહત આપતા સમાચાર મળ્યાં, શહેરમાં એકેય માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નથી

અમદાવાદથી રાહત આપતા સમાચાર મળ્યાં છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં 98 દિવસ બાદ પહેલીવાર 100થી ઓછા કેસ નોંધાયા છે. નવા 98 કેસ સામે 275 દર્દી સાજા થયા છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે, તેમાં સૌથી મોટી રાહતની વાત એ છે કે, શહેરમાં એકેય માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નથી.

એકમાત્ર વિસ્તારને લિસ્ટમાંથી દૂર કરાયો

અમદાવાદમાં કોરોના ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યો છે, જે આંકડા પરથી જાણી શકાય છે. મંગળવાર સુધી શહેરમાં 1 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હતો. ત્યારે શહેરના એકમાત્ર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન એવા ચાંદખેડાના કલાધામ ફ્લેટને પણ બુધવારે લિસ્ટમાંથી દૂર આવ્યો છે. ત્યારે હવે શહેરમાં એકેય માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી નથી.

Related Post

Verified by MonsterInsights