Sun. Sep 8th, 2024

રથયાત્રા અંગે સમયાનુસાર કરાશે નિર્ણય: CM રૂપાણી

ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે ત્યારે સીએમ રૂપાણીએ આજે કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે છૂટછાટ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે પરંતુ હજુ આપણે કોરોના મુક્ત નથી થયા.

રથયાત્રા મુદ્દે સીએમ રૂપાણીએ કહ્યું કે જેમ જેમ સમય જાય તેમ સમયકાલીન યોગ્ય પગલાં લઈશું. સીએમ રૂપાણીએ કહ્યું કે આશા રાખીએ કે બધુ સારું થઈ જાય તો જનજીવન સામાન્ય થઈ જાય પરંતુ જૉ પરિસ્થિતિ ખરાબ થશે તો ફરીથી નિયંત્રણ લગાવવામાં ઘડીભરનો વિચાર નહીં કરવામાં આવે અને પાછા નિયમો લાગુ કરી દેવામાં આવશે.

સીએમ રૂપાણીએ કહ્યું કે હું ગુજરાતની જનતાની વિનંતી કરું છું કે કેસ બીજી લહેરના ઘટી રહ્યા છે અને આપણે તેને કંટ્રોલ કરી લીધો છે પરંતુ એનો અર્થ એવો નથી કે કોવિડ પૂરો થઈ ગયો છે. કોરોના ચાલુ જ છે અને કોરોનાની ગંભીરતાને લઈને આપણે નિયમો પાળવા જ પડશે.

કોરોના મુદ્દે રૂપાણીએ કહ્યું કે માત્ર ગુજરાત એવું રાજ્ય બન્યું છે કે જ્યાં સંપૂર્ણ લૉકડાઉન કરવામાં આવ્યું નથી છતાં કોરોના વાયરસને નિયંત્રિત કર્યો છે. પરંતુ હવે જવાબદારી પ્રજાની બને છે કે આપણે ભીડ એકઠી ન કરીએ, માસ્ક પહેરીએ. છૂટ આપી છે તેનો અર્થ એ નથી કે નિશ્ચિત થઈ જઈએ. જરૂર પડતાં જ બહાર નીકળવા માટે મુખ્યમંત્રીએ બધાને અપીલ કરી હતી.

Related Post

Verified by MonsterInsights