Sun. Dec 22nd, 2024

Jamnagar : ફ્રોર્ડ અટકાવવા એસોશિયેશનની પહેલ, બ્રાસના વ્યવસાય સાથે સંકાળેલા તમામ માટે ખાસ મોબાઈલ એપ્લીકેશન અને વેબસાઈટ શરૂ કરવામાં આવી

Jamnagar : બ્રાસના વ્યવસાય સાથે સંકાળેલા લોકો માટે એપ્લીકેશન અને વેબસાઈટ શરૂ કરવામાં આવી જામનગરમાં નાના-મોટા આશરે 8000થી વધુ કારખાનાઓ આવેલા છે અને આશરે 3 લાખથી વધુ લોકોને રોજગારી બ્રાસ ઉદ્યોગના કારણે મળતુ હોય છે.

ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના યુગમાં તેનો વધુ ઉપયોગ કરીને વેપાર-ઉદ્યોગને વેગવતુ કરી શકાય છે. એશિયાના સૌથી મોટા બ્રાસ સીટીએ આવી ટેકનોલોજીની મદદથી વેપારને વેગવતુ બનાવવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે. જામનગર શહેર જેને બ્રાસ સીટીનું ઉપનામ મળ્યુ છે. અહીં નાના-મોટા આશરે 8000થી વધુ કારખાનાઓ આવેલા છે અને આશરે 3 લાખથી વધુ લોકોને રોજગારી બ્રાસ ઉદ્યોગના કારણે મળતુ હોય છે.

બ્રાસના વ્યવસાય સાથે સંકાળેલા તમામ માટે ખાસ મોબાઈલ એપ્લીકેશન અને વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. જેમાં બ્રાસ ઉદ્યોગને લગતી તમામ જરૂરી માહિતી, કામગીરી, અપડેટ, એસોશિયેશનની કામગીરી યોજના, સહિતની તમામ માહિતી મુકવામાં આવી છે.

જામનગરના બ્રાસની માંગ દેશ-વિદેશમાં રહેતી હોય છે અને જામનગરના ઉદ્યોગકારો દેશભરમાં કે વિદેશ વેપાર કરતા હોય છે. પરંતુ વેપારના નામે કેટલીકવાર તેમની સાથે ફ્રોર્ડ થતુ હોય છે. કારખાનેદાર કે ઉદ્યોગપતિ છેતરાય છે. આવી છેતરપિંડીને રોકવા માટે જામનગર બ્રાસ ફેકટરી ઓનર્સ એસોશિયેશન દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા.

વિશેષમાં ખાસ બ્રાસના વેપારી કે ઉદ્યોગપતિ સાથે વેપારના નામે થયેલી છેતરપિંડી કરનાર વ્યકિત, પેઢી, વેપારી, કે કંપનીની વિગતો તેમાં મુકવામાં આવે છે. જેથી અન્ય વેપારી કે ઉદ્યોગપતિ આવી છેતરપિંડી કરતી કંપની સાથે વેપાર ના કરે કે છેતરાય નહીં. બ્રાસના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડીને રોકવા માટે એસોશિયેશન દ્વારા પહેલ કરવામાં આવી છે.

 

Related Post

Verified by MonsterInsights