Fri. Oct 18th, 2024

ધોરાજી સિવિલ હોસ્પિટલમાં મહિલાની ડિલીવરી માટે ગાયનેક ડોક્ટર સી ટી ફળદુ દ્વારા રૂપિયા માંગવાનો કિસ્સો સામે આવ્યો

ધોરાજી : ધોરાજી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં મહિલાની ડિલીવરી માટે ગાયનેક ડોક્ટર સી ટી ફળદુ દ્વારા રૂપિયા માંગવાનો કિસ્સો સામે આવ્યો છે. દર્દીના સગા અને ડોક્ટર વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સોસિયલ મીડિયામાં હેતલ રાવલ નામના મહિલા દર્દીની ડિલીવરી માટે ગાયનેક ડોક્ટરે રૂપિયા પાંચ હજાર લીધા હોવાનો ઓડિયો વાયરલ થયો છે. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર દ્વારા ડિલિવરીના દર્દીઓ પાસે ચાર્જ વસૂલ કરવામાં આવતો હોવાનો વીડિયો અને ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં દર્દીના સગા અને ડોક્ટર વચ્ચે થયેલ વાતચીત સ્પષ્ટ સંભળાઈ રહી છે. જેમાં દર્દીના પરિવારજનોએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સી ટી ફળદુ દ્વારા ડિલીવરી

આ વીડિયોથી ધોરાજી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદના ઘેરામાં સપડાઈ છે. અગાઉ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન બાબતે પણ દર્દીના સગાએ હોબાળો મચાવ્યો હતો. ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકને પણ આ બાબતે ફરિયાદ કરાઇ છે. પરંતુ અધિક્ષક દ્વારા યોગ્ય જવાબ ના મળતા અંતે દર્દીના સગાએ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરિયાદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

માટે રૂપિયા પાંચ હજાર લેતા હોવાના આક્ષેપ સાથે વીડિયો વાયરલ કર્યો છે

દર્દીના સગા દ્વારા વીડિયો વાયરલ કરી અને આરોગ્ય મંત્રીને ફરિયાદ કરાઈ હોવાનું કહેવાયુ છે. ગત 1 તારીખના રોજ મહિલાની ડિલીવરીના દર્દીના સગા પાસે ધોરાજી સિવિલ હોસ્પિટલના ગાયનેક ડોક્ટરે રૂપિયા પાંચ હજાર લીધા હોવાનો દર્દીના સગાનો આક્ષેપ છે.

Related Post

Verified by MonsterInsights