Fri. Jan 3rd, 2025

અમરેલીનાં સાવરકુંડલાનાં આંબરડી ગામમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન ખોરવાયું

Amreli : દક્ષિણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થયા બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદે દસ્તક દીધી છે, અમરેલીનાં સાવરકુંડલાનાં આંબરડી ગામમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન ખોરવાયું છે.

ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી જ ચોમાસાનું આગમન થાય છે, ત્યારે મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી,ત્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્રનાં અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગથી સર્વત્ર પાણી જ પાણીની સ્થતિ સર્જાય છે.

અમરેલી જિલ્લાનાં આંબરડી ગામે ધોધમાર વરસાદ વરસતા ગામની બજારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે,પૂરનાં વહેણમાં એક ટ્રેકટર અને ચાર બાઈક પણ તાણાઈ હોવાનાં અહેવાલ મળી રહ્યા છે.
અમરેલીનાં આંબરડી ગામે ચોમાસાના પહેલા જ બે ઈંચ વરસાદ ખાબકતા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે, ધોધમાર વરસાદથી દુકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે.

સાવરકુંડલાનાં આંબરડી,ભાડ,ઈંગોરાળા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા સાવરકુંડલાનો” શેલ દેદુમલ “ડેમ ઓવરફ્લો થયો હતો ,જેને કારણે હાલ ડેમનાં બે દરવાજા ખોલવાની ફરજ પડી છે. મહત્વપુર્ણ છે કે,ઉપર વાસમાં પડેલા વરસાદ ના કારણે ડેમ ઓવરફલો થયો હતો. હાલ,આસપાસનાં નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

સામાન્ય રીતે દેશમાં કેરળમાં નૈઋત્વનાં પવનો વરસાદ લાવે છે અને કેરળ રાજ્યથી જ દેશમાં ચોમાસુ બેસવાની શરૂઆત થાય છે. આ વર્ષ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસુ વહેલું આવશે અને ચોમાસુ પણ સારૂ રહેશે તેવી શક્યતા સેવાઈ રહી છે.

Related Post

Verified by MonsterInsights