Sun. Sep 8th, 2024

ગુજરાતના બનાસકાંઠામાં કોરોના વેક્સીન લીધા બાદ,એક આશ્ચર્યજનક સત્ય ઘટના સામે આવી

બનાસકાંઠા : ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં એક આશ્ચર્યજનક સત્ય ઘટના સામે આવી છે. પાલનપુરમાં રહેતા એક વ્યક્તિના શરીરમાં અચાનક જ લોખંડ અને સ્ટિલની ચીજો ચુંબકમાં ચીપકે એવી રીતે ચોંટવા લાગી છે. શરીરમાં આવેલા આ અચાનક પરિવર્તનથી તેમનો આખો પરિવાર ચિંતામં આવી ગયો છે. જોકે, આ સત્યઘટના જાણીને તેમના પરિવારની સાથે સાથે તબીબો પણ ચોંકી ગયા છે. પાલનપુર ખાતે રહેતા એક 63 વર્ષીય વ્યક્તિ અચાનક મેગ્નેટ મેન બની ગયા છે એટલે કે તેમના છાતીનો ભાગ લોખંડ, કે સ્ટીલ જેવી વસ્તુઓ ચોંટી જાય છે આ સ્થિતિ જોઇને તેમના પરિવાર સહિત આજુબાજુના લોકો પણ અચરજ પામી રહ્યા છે

સીક્કા સહિત બીજી ચમચી, રીમોટ સહિત લોખંડની ચીજવસ્તુઓ છૂટવાનો પ્રયાસ કરતા તમામ વસ્તુઓ તેના છાતીના ભાગે ચોંટી ગઈ આ સ્થિતિ તેમના પરિવાર ચૂક્યો હતો અને તરત જ સ્થાનિક હોસ્પિટલમાં જઈ આ અંગે ડોક્ટરને જાણ કરી હતી જોકે ડોક્ટર પણ આ સ્થિતિ અને તેમના શરીર મેગ્નેટ જેવુ કઈ રીતે બની ગયું તે અંગે રહસ્ય માની રહ્યા છે.

 

નવીનભાઈ નું કહેવું છે કે સીટી સ્કેન કરવા માટે તેઓ તૈયારી દર્શાવી હતી. પરંતુ તેમના શરીરમાં વધેલા મેગ્નેટ પાવર ના કારણે તેમનું શરીર મશીન માં ચોંટી જાય તો મુશ્કેલી સર્જાય. આ જ કારણથી તેનું સીટી સ્કેન પણ થયું નથી. તેમનું કહેવું છે કે તેમનું ભલે મેગ્નેટ પાવર વધે છે પરંતુ તેના થકી તેમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી.

નવીનભાઈ રાવલે વેક્સીનના બંને ડોઝ પણ લીધા છે તેમના સ્વજનોને કહેવું છે કે વેક્સીનના કારણે આ પ્રકારની કોઇ પરિસ્થિતિ થઈ નથી. પરંતુ જે પ્રકારે તેમના શરીરમાં મેગ્નેટ પાવર રહ્યું છે તેને લઈને તેમના સ્વજનો પણ ચિંતામાં છે. મેડિકલ તપાસ માટે તેઓ આગામી સમયમાં મહાનગરોમાં જે આખરે તેમના શરીરમાં એવી તે શુ પ્રક્રિયા કરી કે તેના કારણે તેમને મેગ્નેટિક પાવર વધે છે અને તેના કારણે તેમના શરીરને વસ્તુઓ શોધી રહી છે. તેની તપાસ કરવા માટે તેઓ પ્રયત્ન કરશે.

Related Post

Verified by MonsterInsights