સુરતમાં ફરી સરેઆમ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે, સુરતમાં પુલ ઉપર જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે રાહદારીઓની અવરજવાર હોવા છતાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ વીડિયોમાં યુવકો બ્રિજ પર નાચતા અને એકબીજાની ઉપર કેક લગાડતા હોવાનું પણ જોવા મળે છે.
લોકોમાં જન્મદિવસની ઉજવણીના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. અગાઉ, અસામાજિક તત્વોથી લઈ ઉદ્યોગપતિઓ અને કેટલાક રાજકીય કાર્યકરો પણ તેમના જન્મદિવસની ઉજવણી કરતા કેમેરામાં ઝડપાયા હતા. હવે, સુરતના જીલાની પુલ પર કેટલાક યુવાનોએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે અને પોલીસ અને પોલિટીશિયન એટલે કે સરકારને પડકાર આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
તેમના જન્મદિવસની ઉજવણીમાં વ્યસ્ત રહેતા યુવકો પણ તેના વિશે ભૂલી ગયા હતા, પરંતુ એક જાગૃત નાગરિકે આખી ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
નોંધપાત્ર વાત એ છે કે કોરોના હજુ ગયો નથી હાલ કોરોના કેસ ઘટી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે લોકો ભાન ભૂલી ગયા છે હજુ પણ કોરોના કેસના આંકડાઓ સામે આવી રહ્યા છે તેમા પણ સંભવિત ત્રીજી લહેરની શક્યાતાઓ જોવા મળે છે. ત્યારે લોકો હવે કોરોના છે જ ક્યાં, એમ માની સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી રહ્યા છે.
બજારો, રેસ્ટોરાં, પછી ખાવા પીવાની લારીઓ, આવી ઘણી જગ્યાઓ કોરોના નિયમોનો ધજાગરા ઉડતા જોવા મળે છે. લોકો એવા કિસ્સાઓ તરફ આવી રહ્યા છે કે જ્યાં લોકો કોરોનાની ત્રીજી તરંગને આમંત્રણ આપી રહ્યા છે. રોડ ઉપર માસ્ક વગર ફરતા લોકોને દંડ કરવા પોલીસ પેટ્રોલીંગ વધારાય તો ચોક્કસ લોકો જાગૃત બશે તેવું વર્તાઈ રહ્યું છે.