અમદાવાદમાં કોરોના પ્રકોપ ઓછો થતા કોરોનાના કેરને કારણે બંધ કરવામાં આવેલ કાંકરીયા ઝૂને ત્રણ મહિના બાદ મુલાકાતીઓ માટે ફરી ખોલવામાં કરવામાં આવ્યું છે. કાંકરિયા પરિસરમાં આવેલ વિવિધ એસીટીવી પણ સારું કરવામાં આવી છે. કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરી મુલાકાતીઓને માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવે છે.
કાંકરિયા ઝૂ ખાતે દરરોજ દવાનો છન્ટકાવ અને સેનેટાઈઝ કરવામાં આવે છે. હજી સુધી કાંકરિયા ઝૂના એક પણ પ્રાણીમાં કોરોનાની અસર જોવા મળી નથી. દરરોજ પ્રાણીઓ ને આરોગ્યની તપાસ કરવામાં આવે છે. કોરોના રોગચાળાને કારણે 3 મહિનાથી બંધ રહેલા કાંકરિયાને 2 થી 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પ્રથમ દિવસે સત્તર સો લોકો કાંકરિયાની મુલાકાત લીધી હતી