Ahmedabad : અમદાવાદમાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારા બાદ આજે સાંજે અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જોકે વરસાદને પગલે લોકોએ બફારાથી રાહત અનુભવી હતી. અમદાવાદ શહેરમાં વરસાદ ઘણા વિસ્તારોમાં ભારે, અને કેટલાક વિસ્તારોમાં ધીમી ગતિએ પદરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદની રાહ જોતા નાગરિકો માટે આગામી દિવસોમાં વધુ વરસાદ પડે તેવી આશા છે.
અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પરિવર્તન
હવામાન વિભાગે ગુરુવાર સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરી હતી. જ્યારે આજે સાંજથી અચાનક અમદાવાદ શહેરનું વાતાવરણ બદલાઈ ગયું છે.