લોકગાયિકા ગીતા રબારીને ઘરે કોરોના રસી આપવાના વિવાદમાં મહિલા કર્મચારીની બદલી કરવામાં આવી છે. ગુજરાતમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમમાં લોકોને સરકારે નક્કી કરેલા રસીકરણ કેન્દ્રમાં જઇને રસી લેવાની હોય છે. પરંતુ લોકગાયિકા ગીતા રબારીએ તેના ઘરે રસી લીધી હતી. ગીતા રબારીએ કોરોના રસી લીધા હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. આખરે, જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર મામલાની તપાસના આદેશ આપતા કારણદર્શક નોટિસ મોકલી હતી.
ઘરે રસી લેવાના વિવાદમાં, કચ્છ જિલ્લાના મહિલા આરોગ્ય અધિકારી ચંદ્રીકાબહેન વાઘેલાની માધાપરથી દેશલપર વાંઢય ખાતે બદલી કરી દઈને સમગ્ર પ્રકરણ ઉપર હાલ તો પરદો પાડવાનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ કરવામા આવ્યો છે. પરંતુ આ પ્રકરણમાં જિલ્લા વહીવટીતંત્ર, મહિલા આરોગ્ય કર્મચારીની બદલીથી જ સંતોષ માને છે કે, વધુ કોઈ પગલા ભરે છે તે જોવુ રહેશે.
દેશ-વિદેશમાં વિવાદ થયો હતો જ્યારે એક પ્રખ્યાત અને લોક ગાયકને ઘરે રસી આપવામાં આવી હતી. કચ્છના જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) એ આરોગ્ય વિભાગના કર્મચારીને કારણદર્શાવો નોટિસ પણ આપી હતી. નોટિસમાં આરોગ્ય કર્મચારી લોક ગાયિકા ગીતા રબારીના ઘરે ગયા હતા અને કોરોના રસી કેમ આપવામાં આવી છે તે અંગે જરૂરી ખુલાસો માંગ્યો હતો.
હાલ ગુજરાતમાં લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે હેરાન થઈ રહ્યા છે. વેક્સિન સેન્ટર પણ ઘક્કા પણ ખાય છે. બીજી તરફ, લોક ગાયકને ઘરે રસી આપવામાં આવી ત્યારે વિવાદ સર્જાયો હતો. કચ્છના ડીડીઓએ આરોગ્ય કર્મચારીને પણ ખુલાસો માંગવા નોટિસ ફટકારી છે.