Mon. Dec 23rd, 2024

રાજકોટ : 65 વર્ષીય વ્યક્તિએ તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું, સામે આવ્યું અજીબ કારણ

રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલમાં એક અજીબ   કિસ્સો સામે આવ્યો છે. માંગરોળમાં રહેતા એક વૃદ્ધ વ્યક્તિ પર ઘરે ખુરશીમાં બેસી બ્લેડથી પોતાનું ગુપ્તાંગ વાઢી નાખ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તેમને પહેલા જૂનાગઢ અને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.  પ્રાપ્ત વિગતો અનુસાર સુલેમાનભાઇ એકલા રહેતા હતા. આ દરમિયાન, તે ખુરશીમાં બેસીને બ્લેડ વળે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું.

પાડોશીને જ્યારે આ બાબતની ખબર પડી ત્યારે તેણે વૃદ્ધાના પરિવારને ફોન કર્યો. પરિવારજનો ઘરે પહોંચ્યા અને વૃધ્ધને પ્રાથમિક સારવાર માટે જૂનાગઢ, માંગરોળ અને વધુ સારવાર માટે રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના સ્ટાફે ઘટના અંગે માંગરોળ પોલીસને જાણ કરી હતી.

સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ વૃદ્ધા માણસ વાહન ચલાવતો હતો અને તેના પરિવારને આર્થિક મદદ કરતો હતો. હવે તે નિવૃત્ત જીવે છે અને તેના ચાર પુત્ર અને પાંચ પુત્રી છે. કુલ 9 બાળકો છે. પરિવારના જણાવ્યા મુજબ, વૃદ્ધની માનસિક સ્થિતિ છેલ્લા એક વર્ષથી નાદુરસ્ત હતી, જેના કારણે તેને પોતાની રીતે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

Related Post

Verified by MonsterInsights