ધોરણ 12 ના તમામ પ્રવાહોના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર એ છે કે હાલની ગુણાંકન સિસ્ટમ મુજબ, કોઈપણ વિદ્યાર્થી જે પરિણામથી અસંતુષ્ટ છે અને પરીક્ષા આપવા માંગે છે, તેને બોર્ડ દ્વારા તક આપવામાં આવશે, અને પરીક્ષા લેવામા આવશે.
જે અંતર્ગત વિદ્યાર્થીઓએ ગુણાંકન પદ્ધતિ મુજબ મેળવેલું પરિણામ પ્રસિદ્ધ થવાના 15 દિવસની અંદર બોર્ડમાં જમા કરાવવાનું રહેશે. બોર્ડ દ્વારા પરીક્ષા યોજવાનું શિડ્યુલ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.