Sun. Sep 8th, 2024

જામનગરમાં રસીકરણ અભિયાનની શરૂઆત, રસીકરણ માટે ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી કરવામાં આવી

જામનગર : છેલ્લા બે વર્ષથી દેશ અને દુનિયામાં જીવલેણ કોરોના વાયરસ હાહાકાર મચાવ્યો છે. બીજી તરંગ પ્રથમ કરતા વધુ જીવલેણ સાબિત થઈ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોનાને કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે આજથી દેશભરમાં રસીકરણ અભિયાનને વેગ આપવા અપીલ કરી છે. આ ઝુંબેશને સફળ બનાવવા ગુજરાત સરકારના મંત્રીઓ અભિયાનને સફળ બનાવવા કામગીરી શરૂ કરી દીધી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂન, વિશ્વ યોગ દિવસના રોજ દરેક નાગરિકને મફત રસી આપીને દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનને તીવ્ર બનાવવાનો નિર્ણય લીધો છે.

પરિણામે રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અને જામનગર ખાતેથી વોર્ડ નં.૩માં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ વોર્ડ નં. ૧૫માં કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ દ્વારા મહા વેકિસનેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.આ સાથે જ જામનગર શહેર ખાતે વિવિધ વોર્ડમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર, ડેપ્યુટી મેયર તથા અન્ય પદાધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રીના નિર્ધારને પરિપૂર્ણ કરવા વિવિધ વોર્ડમાં આ અભિયાનનો શરૂ કરાવવામાં આવ્યો હતો.

આ રસી કોરોના સામે લડવા માટે અમોઘ શસ્ત્ર છે. હાલમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય વેક્સિનેશન અભિયાનમાં અગ્રીમ રહી ૨ કરોડ ૨૦ લાખ નાગરિકોને વેક્સિન આપવામાં સફળ રહ્યું છે, જ્યારે જામનગર જિલ્લો તો રસીકરણમાં રાષ્ટ્રીય કક્ષાએ અગ્રીમ રહ્યો છે, જામનગરનો એક પણ નાગરિક રસી વિના ન રહે તે માટે આ અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે. ડોર ટુ ડોર સર્વેલન્સ દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે.

Related Post

Verified by MonsterInsights