સુરતના પલસાણામાં અસામાજિક તત્વો પાંચથી છ કારમાં હાઈવે પર આવેલા જેડી નામની રેસ્ટોરન્ટમાં ધસી ગયા હતા. આ વ્યક્તિઓએ અંગત દુશ્મનાવટમાં જેડી નામની રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી હતી. રેસ્ટોરન્ટ મેનેજરે પોલીસને ઘટનાની જાણ કરી હતી.
ઘટનાને પગલે કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તોફાની તત્વો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે તોફાની શખ્સોની શોધખોળ શરૂ કરી હતી.