બાલાસિનોરના પીઆઈ મુકેશ ભગોરા પર મહિલા ફરિયાદીએ મનમાનીના હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદ આપવા આવેલી અમદાવાદથી મહિલાને પીઆઈએ આખી રાત પોલીસ મથકે બેસાડી રાખી હોવાનો આક્ષેપ થયો છે.
પીઆઇ ભગોરાએ મહિલાને ફરિયાદ લેવા બોલાવી હતી. પરંતુ એવો આરોપ છે કે મહિલા આવ્યા પછીથી તેની ફરિયાદ લેવામાં ન આવી હોવાનો આક્ષેપ થયો છે. મહિલાનું કહેવું છે કે તે આખી રાત પોતાના બાળકો સાથે પોલીસ સ્ટેશનમાં બેસી રહી હતી પરંતુ કોઈ ફરિયાદ ન લેવામાં આવી. ત્યારે સવાલ એ છે કે પીઆઈએ ફરિયાદ લેવા માટે અમદાવાદથી બોલાવી છતાં પીઆઈએ મહિલાની ફરિયાદ કેમ લીધી નથી.