રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ નગરપાલિકાની કચરો લેવા આવતી વાને નવાગઢના ખોડીયાર નગરમાં 4 વર્ષના બાળકને હડફેટે લેતા મોત નીપજ્યું છે. ડ્રાઇવરની બેદરકારીને કારણે માસૂમનું મોત થતાં સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો. પોલીસે ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ખોડીયારનગરમાં રહેતા વિકાસભાઇ રાણાનો 4 વર્ષનો પુત્ર આરવ ઘરની બહાર મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે તેને નગરપાલિકા કચરો ઉપાડવા માટે આવી રહેલી વાન સાથે ટકરાઇ હતી અને ડ્રાઇવરની બેદરકારીને કારણે માસૂમનું મોત નીપજ્યું અને વાનનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.