અમદાવાદ / ઓનલાઇન ફૂટ મંગાવનારાઓ માટે સાવધાનીપૂર્ણ કિસ્સો સામે આવ્યો
Mon. Jan 13th, 2025

અમદાવાદ / ઓનલાઇન ફૂટ મંગાવનારાઓ માટે સાવધાનીપૂર્ણ કિસ્સો સામે આવ્યો

અમદાવાદ : ઓનલાઇન ફૂટ ઓર્ડર માટે એક સાવધાનીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. રાણીપ શહેરના રહેતા એક વ્યક્તિને કડવો અનુભવ થયો છે. ઓનલાઇન ફૂડ ડિલિવરી APPથી રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર કર્યું અને જ્યારે અમે જમવા બેઠાં ત્યારે પનીર બટર મસાલાની સબ્જીમાંથી 2 ઇંચનું લાકડાનો ટુકડો નિકળ્યો હતો. ભૂલ સ્વીકારવાને બદલે, રેસ્ટોરન્ટના મેનેજરે કહ્યું કે તે તજનો ટુકડો છે અને પછી લાકડાનો ટુકડો જોયા પછી ભૂલ સ્વીકારી. ભોગ બનનાર વ્યક્તિએ ભૂલ સ્વીકારી ન હતી તે રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહક સુરક્ષાની ફરિયાદ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર રાણીપ વિસ્તારમાં રહેતા મોહિતભાઇએ ફૂડ ડિલીવરી એપ પરથી ફૂડ ઓર્ડર કર્યું. તેમનો ઓનલાઇન ફૂડ ઓર્ડર નારણપુરામાં સીઝન 9 રેસ્ટોરન્ટમાંથી આવ્યો હતો.

તેઓ જમવા બેઠા ત્યારે તેમાથી પનીર બટર મસાલામાંથી 2 ઇંચનો લાકડાનો ટુકડો નિકળ્યો હતો. આ રેસ્ટોરન્ટમાં જાણ કરવામાં આવી હતી.

જો કે મેનેજર લાજવાના બદલે ગાજ્યો હતો. મેનેજરે કહ્યું, હું તમારા ઘરે આવીને ચેક કરૂ છું. મેનેજર ઘરે આવ્યો ત્યારે મારા માટે ગુલાબજાંબુ અને અન્ય સબ્જી લઇને આવ્યા હતા. મે તેને કહ્યું કે, આ લાકડાનો ટુકડો છે. પહેલા તો મેનેજરે કહ્યું કે આ તજનો ટુકડો છે. ત્યાર બાદ અંતે તેણે સ્વિકાર્યું કે, આ લાકડાનો ટુકડો છે. તેમજ જવાબદાર વિરુદ્ધ પગલા લેવાની બાંહેધરી પણ આપી હતી. જો કે આ બનાવ અન્ય સાથે ન થાઈ તે માટે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરી હતી.

Related Post

Verified by MonsterInsights